ચેતી જજો / લોહી અને ફેફસામાં પ્લાસ્ટિકના ટુકડા ભરી રહી છે રોજીંદા વપરાશની આ વસ્તુઓ, આજે જ છોડી દેજો

ચેતી જજો / લોહી અને ફેફસામાં પ્લાસ્ટિકના ટુકડા ભરી રહી છે રોજીંદા વપરાશની આ વસ્તુઓ, આજે જ છોડી દેજો


રોજીંદા વપરાશમાં લેવાતી અમુક વસ્તુઓને કારણે આપણા શરીરમાં પ્લાસ્ટિકનાં ટુકડા જમા થઇ જાય છે, જે સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. જાણો કઈ કઈ છે આ વસ્તુઓ

  • માઈક્રોપ્લાસ્ટિકથી પર્યાવરણ પ્રદુષિત થાય છે
  • સ્વાસ્થ્ય માટે પણ માઈક્રોપ્લાસ્ટિક હાનીકારક
  • ફેફસાં કરી શકે છે ડેમેજ

સ્વાસ્થ્ય માટે માઈક્રોપ્લાસ્ટિક હાનીકારક
માઈક્રોપ્લાસ્ટિકહી પર્યાવરણ દૂષિત થવા અને અમુક પ્રજાતિઓનાં નષ્ટ થવાનો ખૂબ જ મોટો ખતરો છે. પરંતુ આ વાતનાં પ્રમાણ મળ્યા છે કે પ્લાસ્ટિકનાં નાના નાના કણ કે ટુકડાઓ વ્યક્તિનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે. હાલની અમુક સ્ટડીમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે પ્લાસ્ટિકનાં કણ વ્યક્તિનાં લોહી અને વાયુમાર્ગમાં પોતાનો રસ્તો બનાવી રહ્યા છે.

પ્લાસ્ટિકનાં નાના કણ માણસનાં સ્વાસ્થ્ય માટે કેટલા ખતરનાક સાબિત થઇ શકે છે, તેના પર હાલમાં ઘણા અધ્યાયનો ચાલી રહ્યા છે, પરંતુ એક્સપર્ટસ માને છે કે આ સુક્ષમ કણો ફેફસાં ડેમેજ કરી શકે છે. આમ ફેફસાંની બીમારીવાળા લોકોની સ્થિતિ ગંભીર બની શકે છે.

એવું માનવામાં આવે છે કે આ કણો ફેફસામાં લાંબા સમય સુધી રહી શકે છે, જેથી ફેફસામાં સોજો આવી શકે છે. આધાર રાખે છે કે કણ કેટલો મોટો છે કેમકે મોટા કણો વધારે હાનિકારક હોય શકે છે. વિશેષજ્ઞોએ એક સ્ટડીમાં જણાવ્યું છે કે રોજ ઉપયોગમાં લેવાતી કઈ વસ્તુઓથી લોહી અને માઈક્રોપ્લાસ્ટિક ભરાઈ જાય છે.

ફેફસામાં મળ્યા 12 પ્રકારના પ્લાસ્ટિકનાં ટુકડા
સાઈન્સ ઓફ ધ ટોટલ એન્વાયરમેન્ટમાં હાલમાં જ પ્રકાશિત એક સ્ટડીમાં નીચલા ફેફસાં સહીત ફેફસાનાં બધા જ હિસ્સાઓમાં હાજર માઈક્રોપ્લાસ્ટિકની શોધ કરવામાં આવી હતી. શોધકર્તાઓએ 12 પ્રકારનાં પ્લાસ્ટિકની ઓળખાણ કરી છે, જેમાં પોલીપ્રોપાઈલીન, સાથે જ ટેરેફ્થેટ અને રાલ સામેલ હતા.

કઈ વસ્તુઓમાં મળે છે પ્લાસ્ટિકનાં કણ
આ પ્લાસ્ટિક સામાન્ય રીતે પેકેજીંગ, બોટલો, કપડા, દોરડા અને સુતળીનાં નિર્માણમાં મળે છે. માઈક્રોપ્લાસ્ટિકનાં સૌથી ખતરનાક સ્ત્રોતોમાં શહેરની ધૂળ, કપડાંઅને ટાયર પણ સામેલ છે.

ખાદ્યપદાર્થોમાં પણ હોય છે પ્લાસ્ટિક
વિશેષજ્ઞો અનુસાર, ઘણા ખાદ્યપદાર્થો અને પીણાઓમાં પણ માઈક્રોપ્લાસ્ટિક હોય છે. આમાં બોટલનું પાણી, નમક, સમુદ્રી ભોજન, ટીબેગ, તૈયાર ભોજન અને ડબ્બાબંધ મળતું ભોજન પણ સામેલ છે.​​​​​​​

પ્લાસ્ટિકનાં કણોથી થતા નુકસાન
એવું માનવામાં આવે છે કે પ્લાસ્ટિકનાં કણ લાંબા સમય સુધી ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે, જેથી કેન્સર, અસ્થમા એટેક અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

ફેફસાં ડેમેજ થવાનો ખતરો
એક સ્ટડીમાં સામે આવ્યું છે કે પોલિએસ્ટર અને નાયલોન તંતુઓમાંથી નીકળતા માઇક્રોપ્લાસ્ટિક કણોને કારણે કાપડ કામદારોમાં ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાની ક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો છે.

Post a Comment

Previous Post Next Post

Breaking Posts